ચાલ ખોવાયેલાને શોધી લઈએ
ચાલ ખોવાયેલાને શોધી લઈએ
ચાલ ખોવાયેલાંની ખોજ કરી લઈએ,
મળેલી ક્ષણોમાં, આપણે મોજ કરી લઈએ.
ખોવાયેલા છે એક દિન ચોક્કસ મળશે જ,
ચાલ ઉપર બેસેલા માલિક પર યકીન કરી લઈએ.
પ્રેમનું આકર્ષણ કેવું અજબ હોય છે!
ચાલ સાચા પ્રેમ પર ભરોસો કરી લઈએ.
પથ્થર પણ એક દિવસ પીગળી જશે પ્રેમથી,
ચાલ આ પથ્થર દિલને મોમ બનાવી દઈએ.
ભૂલ સમજાઈ જશે અને પરત આવી જશે એતો,
ચાલ આ દિલને પણ થોડો દિલાસો આપી દઈએ.
ચાલ ખોવાયેલા છે એને શોધી લઈએ,
જે પાસ છે એને દિલથી પ્રેમ કરી લઈએ.
એકબીજા પર તહોમત લગાવવામાં નીકળી ગઈ જિંદગી,
ચાલ એકબીજાની ભૂલોને માફ કરી દઈએ.
પહેલ કોણ કરે એ જીદને આપણે છોડી દઈએ,
અહમનું કોચલું તોડી, એકબીજામાં ભળી જઇયે.
