આ ઝરમરતો આવ્યો વરસાદ છે
આ ઝરમરતો આવ્યો વરસાદ છે
આ ઝરમરતો આવ્યો વરસાદ છે.
જો તને બોલાવે પ્રેમતણો સાદ છે.
અત્તરનાં ગામમાં ધીમેથી ચાલશું,
'કે એમાં લડવા ઝગડવાનું બાદ છે.
મોસમ ભીંજાઈ છે હળવા વરસાદમાં,
હળવેથી તું બાર આવ ને..
પાલવના આભ ને ધીમું સરકાવ પછી,
હૈયું તું ભીતર ભીંજાવ ને..
આ ઝરમરતો આવ્યો વરસાદ છે.
જો તને બોલાવે પ્રેમતણો સાદ છે.
અત્તરનાં ગામમાં ધીમેથી ચાલશું,
'કે એમાં લડવા ઝગડવાનું બાદ છે.
હાલ ઉડી વાછટો ઠહેરી છે ગાલ પર,
મરકી જા હળવેથી ચાલ ને...
સીધા લપસાય એવાં ખન્જનનાં ખાડામાં
સરવર ભરાયું છે ચાલ ને...
આ ઝરમરતો આવ્યો વરસાદ છે.
જો તને બોલાવે પ્રેમતણો સાદ છે.
અત્તરનાં ગામમાં ધીમેથી ચાલશું,
'કે એમાં લડવા ઝગડવાનું બાદ છે.
કોરી આ ધરતી પર અમૃત વરસાવીને...
સૌને ગુલતાન કરે કેવાં?
કાળા ડીબાંગ આ વાદળાંઓ આવીને..
સૂરજને વ્હાલ કરે કેવાં?
આ ઝરમરતો આવ્યો વરસાદ છે.
જો તને બોલાવે પ્રેમતણો સાદ છે.
અત્તરનાં ગામમાં ધીમેથી ચાલશું,
'કે એમાં લડવા ઝગડવાનું બાદ છે.
અષાઢી વાયરાઓ કાને અથડાઈને,
તારી લટને રમાડે છે કેવાં?
આભને ગજવતાં વીજળીના ચમકારા,
અચરજ પમાડે છે કેવાં ?
આ ઝરમરતો આવ્યો વરસાદ છે.
જો તને બોલાવે પ્રેમતણો સાદ છે.
અત્તરનાં ગામમાં ધીમેથી ચાલશું,
'કે એમાં લડવા ઝગડવાનું બાદ છે.