આ તારી મારી યારી
આ તારી મારી યારી

આ તારી મારી યારી.
છે દુનિયામાં ન્યારી.
હું છું તાજું ફૂલ અને,
તું છે મારી ક્યારી.
આખો 'દી જો ના મળું તો, વસમું દિલને લાગે છે.
તારા વિના મારુ ક્યાં કશું? યાર તું તો મારી જાન છે.
કૉલેજમાં બંક મારતા ને સાંભળતા સૌનું લેક્ચર.
તોફાનોમાં નંબર વન લાવતાં આપણે બેક બેન્ચર.
આ તારી મારી યારી.
છે દુનિયામાં ન્યારી.
હું છું તાજું ફૂલ અને,
તું છે મારી ક્યારી.
મનમોજીલી જિંદગીમાં
ચાલી છે ડબલ સવારી.
આખો 'દી જો ના મળું તો, વસમું દિલને લાગે છે.
તારા વિના મારુ ક્યાં કશું? યાર તું તો મારી જાન છે.
આપણી બેપરવાહીમાં બ્રેક કદી ક્યાં લાગે છે.
જરૂર પડે તું અડધી રાતે મારા મ
ાટે ભાગે છે.
આ તારી મારી યારી.
છે દુનિયામાં ન્યારી.
હું છું તાજું ફૂલ અને,
તું છે મારી ક્યારી.
મુસીબત આવે ત્યારે,
હંમેશા હાજરજવાબી.
આખો 'દી જો ના મળું તો, વસમું દિલને લાગે છે.
તારા વિના મારુ ક્યાં કશું? યાર તું તો મારી જાન છે.
જ્યારે એકનું દિલ તૂટે તો ઠેસ બીજાને લાગે છે.
મારા માટે દુનિયા સામે લડશે જોર બતાવે છે.
આ તારી મારી યારી.
છે દુનિયામાં ન્યારી.
હું છું તાજું ફૂલ અને,
તું છે મારી ક્યારી.
તારા માટે ગાળો ખાઉં,
એ વાત તને પણ પ્યારી.
આખો 'દી જો ના મળું તો, વસમું દિલને લાગે છે.
તારા વિના મારુ ક્યાં કશું? યાર તું તો મારી જાન છે.