ગઝલ...માનવ ની સફર
ગઝલ...માનવ ની સફર


જિંદગી માનવની છે કેવી પ્રખર!
પ્રેમથી છલકાય જીવન તરબતર.
આંખમાં છે આંસુનું અદ્દભૂત નગર!
થઇ છે એની કેવી સૌના પર અસર.
હૈયું માનવનું આ કેવું છે અજબ!
એ રહી શકતું નથી ઈશ્વર વગર.
હાથની તો વાત શી કરવી હવે,
સારું નરસું કાર્ય છે એનાં ઉપર.
વાત નોખી તો મગજની છે દોસ્તો,
દિલથી કરવા ના દે માનવને સફર.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)