હસ્તરેખામાં
હસ્તરેખામાં
જિંદગીથી ભાગવાની વાત ના કરતા કદી,
આમ ખુદથી હારવાની વાત ના કરતા કદી.
હસ્તરેખામાં જે કાંઈ પણ લખેલું છે, થશે,
વ્યર્થ બાધા રાખવાની વાત ના કરતા કદી.
રંગ બદલે છે બધા સરડાની માફક દોસ્તો,
સૌને ખુદનાં માનવાની વાત ના કરતા કદી.
કર્મનાં અનુસાર જે કાંઈ મળ્યું છે ઠીક છે,
ખોટા રસ્તે ચાલવાની વાત ના કરતા કદી.
આપવું હો કાંઈ તો સૌને હૃદયથી આપજો,
કોઇ પાસે માગવાની વાત ના કરતા કદી.