STORYMIRROR

Drsatyam Barot

Inspirational

4  

Drsatyam Barot

Inspirational

ખરાબ હું

ખરાબ હું

1 min
25.8K


દિલનો હસીં નકાબ હું,

ગમતો તને ગુલાબ હું.

દુનિયા હશે ખરાબ પણ,

એથી ઘણો ખરાબ હું.

બનશો તમે સવાલ તો,

એનો ખરો જવાબ હું.

થાકી ગયા ગણી ગણી,

એ શ્વાસનો હિસાબ હું.

ઉતરે નહીં ચઢ્યા પછી,

એવી ખરી શરાબ હું.

શોધો તમે વને વને,

ભીતર રહું જનાબ હું.

તું રાત દી ભજ્યા કરે,

ઇશ્વર, અલ્લા નવાબ હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational