મારો વ્હાલો
મારો વ્હાલો


મારો વ્હાલો કાન્હો,
સૌની રાખે લાજ,
હિન્દુ, મુસ્લિમ સૌના,
રોજે કરતો કામ,
સતકર્મોમાં સાચું છે,
હસતું વૈકુંઠ ધામ,
મુલ્લાનો રહેમાન છે,
હિન્દુઓ નો રામ,
સૌએ સૌના હરખમાં,
રાખ્યા જુદાં નામ,
અલ્લાહ, જીસસ, નાનક,
તો કોઈએ રાખ્યું શ્યામ,
સતની વાટે ચાલો તો,
ભરતો મીઠી હામ,
દુખમાં જો દેખો તો,
મળતો એ સાક્ષાત,
કણકણનો આધાર એ,
કણકણમાં છે વાસ,
સ્વર્ગ, નરક મળતાં સૌને,
જેવાં જેનાં કામ.