ઈદ મુબારક
ઈદ મુબારક


સૌને મારી ઈદ મુબારક,
અંતરથી પણ વ્હાલ મુબારક,
જીવન આખું મઘમઘ રાખે,
એવા ફાલે ફાલ મુબારક,
આંગણ ઝંખે કિલકારીને,
એ આંગણને લાલ મુબારક,
ડગલે પગલે જીવન રક્ષે,
દોસ્તીની એ ઢાલ મુબારક,
તડકો છાયો જોયો તો પણ,
લીલી રાખી ડાલ મુબારક,
વેઠે જે ખોટા બંધનને,
એને જાડી ખાલ મુબારક,
કરવત સઘળી તોડી નાખે,
એ વૃક્ષોની છાલ મુબારક,
જેને વિધિના શબ્દો બદલ્યા,
એને પાવન ભાલ મુબારક,
સૌને સૌની મંઝિલ આપે,
એવી સૌને ચાલ મુબારક.