વલોપાત
વલોપાત

1 min

13.9K
નથી દ્રૌપદીનો વલોપાત છતાં મહાભારત સમો કાળ,
કેમ સહન કરવાં રોજ રંજાળ?આવતું ચિર પૂરવા પલકમાં.
કોને કરવી ફરિયાદ હવે તો મૂક ભિષ્મ નથી સભા મંડપમાં,
કોના લોહીથી રંગુ વાળ હવે એ દુર્યોધન નથી એકાદ.
છતાં લેને કરું વાત દોડતો આવ કાન આ મલકમાં,
રોજ એક કુંતા પુત્ર બને પણ કેમ કરી જીતશે આ જંજાળ?
એ તો પાંડવો હતા સહ ગોપાળ યુધ્ધ જીતાવણનાર ખલમાં,
રુંએ રુંએ અગનજ્વાળ સાંભળ કર જોડી કરું વાત.
હવે કેમ જીતવી ઘટમાળ? એકલે હાથ અલખમાં,
હજુ અર્જુન જુવે છે વાટ જો મળે દ્રોણ આ જગતમાં...
રસિકબા કરે રાળ કાળિયા હવે તો દોટ મેલ આ મલકમાં.