STORYMIRROR

Dr. Ranjan Joshi

Drama

4  

Dr. Ranjan Joshi

Drama

મનનો મોર

મનનો મોર

1 min
656


છે નશ્વર આ જીવન જાણું તોયે મોહે મનનો મોર,

ઈચ્છા કેરા હીંચકે હીંચે આશાભર્યો મનનો મોર.


લબ્ધિ, લાભનો લય થાયે ને કેશવ જો બને ચિતચોર,

આનંદના તરંગે ઉછળે તે'દિ મારા મનનો મોર.


તારું - મારું એમ નઠારું નિશદિન મન કરે કલશોર,

જીવ - શિવનો ભેદ બતાવે સ્વાર્થી મારા મનનો મોર.


રામ રટણની લગની લાગી કર્મ થયું શબરીના બોર,

'રંજ' પીડે સૌ સંસારીને અલગારી મારા મનનો મોર.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama