વિરોધાભાસ
વિરોધાભાસ
સાવ માણસ જેવું થઇ ગ્યું લાગે છે
આકાશ પણ કેટલા રંગ બદલે છે.
આંસુના પૂરમાંય ઓટ આવી છે
જોને આંખ કેવી ખારોપાટ થઇ છે.
હાડકું ભાંગતાય બહુ વાગ્યું નહી,
કેવો દિલ ભાંગવાનો મહાવરો છે.
મળતાં મળી ગ્યા સગપણના સંબંધો,
જાળવવામાં તો સૌ નવો નિશાળીયો જ છે.
ઇચ્છે સૌ ઉપમા ને અનન્વય 'રંજન',
પણ આપવામાં તો વ્યાજસ્તુતિનો જ ભંડારો છે.