સાધો
સાધો
કેવળ મૌન જ સાધુ સાધો,
બીજું કંઈ ના માંગું સાધો,
જીભ ટળવળે કાયમ હૃદયે,
ક્ષણમાં શિવને સાધ્યો સાધો.
પરપોટા સમ ફૂટે વાણી,
શબ્દ થયા જો બાષ્પે પાણી,
જીવન'રંજ'થી દૂર થવા હર,
શબ્દે મૌનને સાધો સાધો.
કેવળ મૌન જ સાધુ સાધો,
બીજું કંઈ ના માંગું સાધો,
જીભ ટળવળે કાયમ હૃદયે,
ક્ષણમાં શિવને સાધ્યો સાધો.
પરપોટા સમ ફૂટે વાણી,
શબ્દ થયા જો બાષ્પે પાણી,
જીવન'રંજ'થી દૂર થવા હર,
શબ્દે મૌનને સાધો સાધો.