તારો સાથ
તારો સાથ
ઓરતાં સઘળાં તારા સાથથી પૂરાં થાય,
આમ જ આખું આયખું સુખે વીતી જાય.
મેઘધનુષમાં છો ને રંગો ઓછાં થાય,
આપણ જીવનમાં એ સૌ સાથે ઉભરાય,
એકમેકના સ્પર્શે સદા ઉજ્જવળ થવાય,
આમ જઆખું આયખું સુખે વીતી જાય.
દુનિયાભરની ખુશી મળે ત્યારે સાથે,
પ્રેમભર્યો એ હાથ ફેરવે તું જો માથે,
ગળ્યાં મીઠાં સંસ્મણોથી શ્વાસો ભરાય,
આમજ આખું આયખું સુખે વીતી જાય.