આભાર તારો
આભાર તારો
1 min
14.6K
મળ્યો પ્રેમ નીતરતો સંસાર ઈશ આભાર તારો.
હોય લાગણીસભર વ્યવહાર ઈશ આભાર તારો.
સુખમાં રહે સદા મુસકાતું મનને મુખ ઊભયનું,
દુ:ખમાં મળે સાથને સહકાર ઈશ આભાર તારો.
ઊણપ જીવનની ગૈ પૂરાઈ હિંમત મળતી કેવી!
દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો.
ગમ ખાવાની આદતે મતભેદને વિદાય આપીને,
સમજશક્તિનો થતાં સંચાર ઈશ આભાર તારો.
ઈશ દેજે જન્મો જન્મ આવા સાથી વારંવાર,
બની જાય જીવનના આધાર ઈશ આભાર તારો.