આજે તું નથી
આજે તું નથી
પૂનમનો ચાંદ આજે પણ આવ્યો છે તારાઓને લઈને,
તેની શીતળતા નિહાળતા બે ચહેરાઓમાં આજે તું નથી.
કહેવાય છે જિંદગીમાં પ્રેમનું સુખ બધાને નથી મળતું,
જે ચેહરાને હું આ સુખ આપવા માગું છું એમાં આજે તું નથી.
મળતાં હતા રોજ જે બગીચાના વૃક્ષની છાયામાં,
આજે બેઠો છું એ બાકડા પર પણ હાથ પરોવી બેસવા આજે તું નથી.
અષાઢની શરૂઆત થઇ ગઈ છે હવે જોરશોરથી શહેરમાં,
ભીંજાવું છે તેના પાણીની ભીનાશમાં પણ સાથે આજે તું નથી.
શરીર ઘસ્યું હતું અન્ય ઘણા શરીર સાથે એક સમયે,
ફક્ત સ્પર્શ પામવો છે કોઈનો દિલથી પણ સાથે આજે તું નથી.
હારી ગયો છું જિંદગીની રમતમાં ખુબ ખરાબ રીતે,
જરૂર છે એક પ્રેમભર્યા હાથની ખભા પર પણ સાથે આજે તું નથી.
જિંદગીની એક નવી શરૂઆત કરવા જઇ રહ્યો છું હવે,
કંકોત્રીમાં બધાનું નામ વાંચ્યું પણ દુઃખ એ જોઈ થયું કે તેમાં આજે ફક્ત તું નથી.