STORYMIRROR

Vaibhav Barot

Classics Romance Inspirational

3  

Vaibhav Barot

Classics Romance Inspirational

હું ભૂલી ગયો છું

હું ભૂલી ગયો છું

1 min
14.6K


રોજ કરું છું સંઘર્ષ જિંદગી સાથે દોડવામાં,

પણ તારી સાથેની એ ધીમી ચાલ કદાચ હું ભૂલી ગયો છું...

 

રાતે ઓશિકાની ભીનાશ લઈને આવે છે તારી યાદ,

પણ તારી સાથે વિતાવેલી એ સાંજને હું ભૂલી ગયો છું ..

 

કોઈકના લાગેલા ધક્કાથી આ આંખ ખુલે છે હવે તો ..

પણ તારા આ વહેલી સવારના એ ચુંબનને હું ભૂલી ગયો છું..

 

આદત પડી ગઈ છે રોજ અલગ જગ્યાની સુવાસની સવારે,

પણ તારા વાળના ભીનાશની એ સુગંધને હું ભૂલી ગયો છું...

 

બે હાથોમાં મોંઘી વસ્તુઓ છે બેશુમાર આજકાલ,

પણ હાથમાં પરોવેલ

ા તારા એ હાથને હું ભૂલી ગયો છું...


શહેરમાં ઘણા પ્રેમીઓને જોઉં છું આલિંગનોમાં,

પણ આપણાં હોઠોએ કરેલો પહેલો એ સ્પર્શ હું ભૂલી ગયો છું...

 

બધાએ મોકલેલા સંદેશનો ઉત્તર નથી આપતો હવે,

પણ તારા પ્રથમ પ્રેમપત્રને વાંચવાનો એ ઉત્સાહ હું ભૂલી ગયો છું ..

 

દુઃખ બહુ જલ્દી લાગી જાય છે આજેતો બધાનું,

પણ તું મનાવતી એ સુવર્ણ પ્રેમની ભીનાશને હું ભૂલી ગયો છું ..

 

આજે યાદ આવ્યું કે ચાલ જિંદગી વિશે કંઇક લખું,

પણ આટલું લખતા જ પ્રશ્ન થયો કે ખરેખર હું તને ભૂલી ગયો છું?


Rate this content
Log in