લાખોનો ઢગલો મળે
લાખોનો ઢગલો મળે
લાલ કાળા કાંકરા ને ધૂળનો ઢગલો મળે,
તોય એને એમ લાગે લાખનો ઢગલો મળે.
આંબલી ઉપર ચડીને કાતરાઓ તોડતા,
બાળપણ છૂટયા પછી એ યાદનો ઢગલો મળે.
કાચને તારા ગણીને જો રમે બાળક અહી,
શું જરૂરત એમને કે ફૂલનો ઢગલો મળે.
તુંય એવું જો કરે તો જિંદગી થાશે ગુલાલ,
કોઈ બાળક શું કરે જો રાખનો ઢગલો મળે?
થઈને મોટો રોજ તું ભૂતકાળમાં ખોવાય છે,
બાળકોની પાસ બસ આજનો ઢગલો મળે.