STORYMIRROR

Dipal Upadhyay

Inspirational Classics

4  

Dipal Upadhyay

Inspirational Classics

દુલારી દીકરી...

દુલારી દીકરી...

1 min
27.7K


પ્રાણથી પ્યારી દુલારી દીકરી, 

તેજની ક્યારી દુલારી દીકરી. 

વાત વાતે એને સંભારુ બધે, 

મારું મન,મારી દુલારી દીકરી. 

તું જ મારી હે સખી તું મિત્ર પણ, 

જાઉં હું વારી દુલારી દીકરી !

દેવીને પ્રત્યક્ષ જોઉં કઈ રીતે, 

મેં તને ધારી દુલારી દીકરી. 

સત્ય કરુણામય જીવન એનું અને, 

જૂઠ  પર  ભારી  દુલારી  દીકરી. 

જોઉં તો જગદંબા જાણે લાગતી, 

એમ  શણગારી  દુલારી  દીકરી.

પ્રેમને અવતારવા ઈશ્વર મથ્યો, 

એણે અવતારી દુલારી દીકરી. 

બોલે તો પંખીનો ટહુકો લાગતી, 

જાણે મહિયારી દુલારી દીકરી.

જાણે કોઈ સ્વર્ગની છે એ પરી, 

એમ શણગારી દુલારી દીકરી. 


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational