હોય છે !
હોય છે !


ક્યાં પ્રણયમાં પામવાનું હોય છે !
આંખ મીંચી આપવાનું હોય છે.
રાત છે, સપના વગરની રાત છે,
રાત આખી જાગવાનું હોય છે.
એ અહીંથી ત્યાં સુધી પ્હોંચી ગયા,
પગને બીજે ક્યાં જવાનું હોય છે ?
જળની અંદર માછલી તરસે મરે,
એમ અહીંયા જીવવાનું હોય છે.
હોય રહેવાનું તળેટીને તળે
‘ને શિખરને ધારવાનુ હોય છે.