વાત...ગઝલ
વાત...ગઝલ
1 min
13.7K
હવામાં ઉડાવ્યા કરી ફૂંકશે એ,
કહેતાં ખરી વાત ને ચૂકશે એ.
સમસ્યા હતી એમને એટલે તો,
મતાંત્તર બની મત અહીં મૂકશે એ.
જરી શબ્દ શાસન પરે બેસવાને,
ચરણ કોઈને,, કોઈ જો ઝૂકશે એ.
સમજફેર એ ના સમજ, જો સમજ ને,
સમજદાર સમજી જતાં થૂંકશે એ.
છુપાવ્યા કરો ના અહીં વાત વીરા,
ચડી છાપરે કૂકડો કૂકશે એ.
