STORYMIRROR

Dipal Upadhyay

Others

3  

Dipal Upadhyay

Others

શણગારો મને... ગઝલ

શણગારો મને... ગઝલ

1 min
14.7K


શબ્દથી ના રોજ શણગારો મને,

મૌનથી  ક્યારેક  પોકારો મને.

ક્યાંક તારી જો નજર સામે મળે,

આંખથી આપીશ પલકારો મને ?

રણની વચ્ચોવચ્ચ ઉભી છું હવે,

હોય જો હિંમત તો લલકારો મને.

હું બનું જાઉં ગઝલની જો કલમ,

કાફિયાની જેમ પસવારો મને.

ફૂલની ફોરમ રહેશે બાગમાં, 

ચાહવાના રંગે આકારો મને.


Rate this content
Log in