STORYMIRROR

Dipal Upadhyay

Tragedy Classics

4  

Dipal Upadhyay

Tragedy Classics

જલન ચાલ્યા ગયા

જલન ચાલ્યા ગયા

1 min
27K


ગઝલનો ગઢ સૂનો મૂકી જલન ચાલ્યા ગયા, 

ગઝલમાં બંદગી આપી,જલન ચાલ્યા ગયા. 

કલેજે કોઈ ઠંડા શબ્દની સંવેદના મૂકી, 

ને સૌને રાહને ચિંધી જલન ચાલ્યા ગયા. 

મરણની ઠેસ લાગી કે જીવનની કળ વળી ?

કોઈને ક્યાં કાંઈ સમજાવી જલન ચાલ્યા ગયા. 

ગઝલની આ સરિતા આપની વ્હેતી, હવે

નદી અધવચમાં છે ખૂટી જલન ચાલ્યા ગયા. 

પીવાને ઝેર અહીં શંકર નહીં આવે હવે ?

પૂછું નત મસ્તકે ઝૂકી જલન ચાલ્યાં ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy