નથી હોતું
નથી હોતું
હકીકતમાં નથી હોતું કે સ્વપ્નમાં પણ નથી હોતું,
કલ્પના કરો છો જે બધાની બધું દુનિયામાં નથી હોતું.
મળી જાય છે હર્ષ ક્યારેક નાના ખોબામાં જે,
લાંબા વિશાળ એ આખા દરિયામાં નથી હોતું,
એક મળે છે ને બીજાની લાલસા થઈ જાય તરત,
સાચે અર્થે તો સુખ કશામાં નથી હોતું,
ના કરો આંધળો વિશ્વાસ આ ખોટા પ્રતિબિંબ પર,
આંખમાં જે દેખાય છે બધુ કાચમાં નથી હોતું,
વ્યાપાર હજુ ચાલુ છે મારા જીવન અને એમની પ્રતીક્ષા વચ્ચે,
સુખ ક્યારેક જે ખોટમાં છે તે નફામાં નથી હોતું,
આવકારો નથી છતાં સમયસર આવે છે રોજ
મળવા મને,
આ દુઃખ કેમ તે ક્યારેય રજા પર નથી હોતું,
જે મારુ છે છતાં ભાગ્ય મને નથી આપતું,
કોણ કહે છે નસીબ ક્યારેય નશામાં નથી હોતું,
પ્રશ્ન જો પૂછી લઉં તો ક્યારે હવે એમ ના કહેતાં,
શું કરું બોલ "બધું એ મારા હાથમાં નથી હોતું" !