સાવ સીધી વાત માં
સાવ સીધી વાત માં
સાવ સીધી વાતમાં ગોથે ચઢ્યો છું હું,
એકલો બેઠો ખોવાયો કોને જડ્યો છું હું .
જ્યાં જરા ઊગ્યો ત્યાં જડમૂળથી ઉખાડ્યો તે,
એવો તો હે ભગવાન તને ક્યાં નડ્યો છું હું.
થોડી ઘણી મરહમ પટ્ટી મને પણ કરી દો,
સપનું તૂટતા પછડાયો કેવો પડ્યો છું હું.
જે તરસ્યું આવ્યું એની તરસ છીપાવી મે,
માટીનો ઘડો છું ભરાઈ પડ્યો છું હું.
વાત મારી થાય તો પૂરી કરજે જિંદગી,
ભલે હાર્યો પણ વટથી લડ્યો છું હું.
મને અંધારામાં જોઈને દુઃખ ન કરશો કોઈ,
પહેલા ખૂબ સળગ્યો પછી ઓલવાયો છું હું.

