તું મારી સખી
તું મારી સખી


જાહોજલાલીની મહારાણી તું મારી સખી.
કે ટેરવાના સ્પર્શની વાણી તું મારી સખી.
ચોસઠ તીરથધામ ભમવાની જરૂર ક્યાં હવે ?
આ આંગણે ગંગા સમું પાણી તું મારી સખી.
હોળી, દિવાળી કે પછી પૂનમ મઢી રાત છે !
ઉત્સવ ભરી સઘળીય ઊજાણી તું મારી સખી.
ઊઠી પરોઢે ઝુલ્ફને તું સ્હેજ પંપાળતી,
રગમાં વહેતી મૌન સરવાણી તું મારી સખી.
પ્રેક્ષક બની આજે તને મનમાં નિરખતો રહું,
આ મન હૃદયની એક ઈંદ્રાણી તું મારી સખી.