આ મેઘો કનડે
આ મેઘો કનડે
1 min
13.4K
હું ખાલીપો સુકવું, ને તું મુશળધારે વરસે,
ઓ રે મેઘા, ઓ રે મેઘા, મન મારું તુજને તરસે
રાતો મોઘમ ચૂકવું, ને તું આખા ગામો ગજવે,
ઓ રે મેઘા ઓ રે મેઘા, મન મારું તુજને તરસે
નિકળી જ્યારે ઘરની બા'રે ચુનર ધોળી ઓઢી,
નિર્લજ થઈને રોકે રસ્તો ભીંજવતો તું દોડી
ચુનરનું ત્યાં ઝુકવું, ને તું લે આલિંગન હરસે
ઓ રે મેઘા ઓ રે મેઘા, મન મારું તુજને તરસે
રુદિયાના કલરવ વચ્ચે બાંધ્યો મેં લીલો માળો,
કોરી સુકી માટીમાં તું ઉગાડે ગરમાળો,
શમણાં સઘળાં તારે કાજે ટીપે ટીપે ઝરસે
ઓ રે મેઘા ઓ રે મેઘા, મન મારું તુજને તરસે