Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Shital Gadhavi

Others


4  

Shital Gadhavi

Others


મેઘરાજાનો શિક્ષક

મેઘરાજાનો શિક્ષક

1 min 20.1K 1 min 20.1K

સીધો સટ્ટ વરસે કે ત્રાસો એ મેઘો ક્યાંથી શીખે છે?ક્યાં ઊંધો કરવો છે પાસો એ મેઘો ક્યાંથી શીખે છે?

લ્હેરો સાથે કરતો મસ્તી સૌને કે'તો "હું" છું હસ્તી,
આફત આવી ચાલો નાસો એ મેઘો ક્યાંથી શીખે છે?

ધરતીને એ વ્હાલો થાતો ચાતકની પણ વ્હારે જાતો,
કઈ ક્ષણમાં ના ભરવા તાસો એ મેઘો ક્યાંથી શીખે છે?

ધોળા ધોળા ટીપે એ તો ઉપજાવે માટીમાં કેસર,
કોનો થાબડવો છે વાંસો એ મેઘો ક્યાંથી શીખે છે?

અઢળક કુંવારી ઈચ્છાઓને પાંપણમાં પોઢાડીને,
ક્યારે પાકટ કરવા શ્વાસો એ મેઘો ક્યાંથી શીખે છે?


Rate this content
Log in