STORYMIRROR

Shital Gadhavi

Romance Inspirational

2.5  

Shital Gadhavi

Romance Inspirational

સાતમું પગલું હું

સાતમું પગલું હું

1 min
27.1K


વાલમ મારા સાંભળ તું, સપ્તપદીનું સાતમું પગલું હું.

છય વચનોમાં આગળ તું, સપ્તપદીનું સાતમું પગલું હું.

તારી મારી ચાહતનું ગળપણ આલેખું છું શબ્દોમાં,

હું સ્યાહી ને કાગળ તું, સપ્તપદીનું સાતમું પગલું હું.

આશાઓની ઝોળી લઈ આવી ઊભી તારા આંગણમાં,

સાચવજે મુજ પાલવ તું, સપ્તપદીનું સાતમું પગલું હું.

આભે રાખ્યો પોતાનો તારો, તું માણીગર છે મારો,

આ શ્રદ્ધાને જાળવ તું, સપ્તપદીનું સાતમું પગલું હું.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Romance