મોરલિયો
મોરલિયો
ભલે કહે તને બધાં મોર,
પણ તું તો મારો મોરલિયો...ભલે.
તારા પીછાથી હું શોભતો,
અને રાધાને લાગુ બહુ વહાલો...ભલે.
મને લાગે પીછું બહુ જ વહાલું,
પણ રાધાને હું વહાલો...ભલે કહે
તારા ટહુકાથી વનરાઈ માંડે નાચવા,
અને તારા ટહુકાથી હું પણ નાચતો...ભલે.
તારી કલગી એ તારો મુગુટ,
પણ તારા પીંછાનો બનાવું હું મુગુટ.. ભલે.
મુગુટ જોઈને રાધાને લાગું છું હું વહાલો,
પણ મને તો તારું પીંછું બહુ જ લાગે વહાલું...ભલે.
ગગનમાં કરતો ટહુકા ત્યારે,
જગત આખું આનંદવિભોર... ભલે.
જગતને નાચતું જોઈને, રાધા આવે દોડતી,
રાધાને હું વહાલો પણ મને વહાલો લાગે તું...ભલે.

