સજનવા
સજનવા


હૈયા ડાળે ઝૂલે તારી પ્રીત સજનવા
તું છે મારા જન્મ જન્મનો મીત સજનવા
વસંતની હરિયાળી પહેરી
સમીર દોડતો જાય
હેતભર્યા ટહુકાઓ તારા
મનવનમાં સંભળાય
કામણ કરતા નયનો ગાતાં ગીત સજનવા
હૈયા ડાળે ઝૂલે તારી પ્રીત સજનવા
અંગઅંગથી યૌવન મહેકે
ઉમંગ અશ્રુ વરસે
અખીલાઈનો આનંદ મળતો
તારા પ્રેમળ સ્પર્શે
માણ્યા કરતી સમજણનું સંગીત સજનવા
તું છે મારા જન્મ જન્મનો મીત સજનવા