STORYMIRROR

Megh Bindu

Classics

3  

Megh Bindu

Classics

પ્રસન્નતા

પ્રસન્નતા

1 min
27.8K


નાચત મન મયુરા,

થનથન નાચત મન મયુરા.

વાતોની સૌરભથી મહેકે,

જીવન આંગણ.

સ્મરણભૂમિને ભીંજવે જોને,

અશ્રુ શ્રાવણ.

સ્નેહબંસીના બોલ મધુરા;

થનથન નાચત મન મયુરા.

ઉત્સવના અચરજ રંગોથી,

રંગાયું આકાશ.

પ્રસન્ન થઈને અરમાનો પણ,

રમતાં સાથે રાસ.

આજ સ્વપ્ના થયા સૌ પૂરા,

થનથન નાચત મન મયુરા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics