મથામણ
મથામણ
1 min
13.2K
વાત કરવાને જ એ આવ્યા હતા
કઇ કશુ બોલ્યા વગર ચાલ્યા ગયા
વેદનાઓ કેટલી ભીતર હશે
બંધ એના ક્યાં હજી ડુસકા થયા
લાગણીની રાહ પર ચાલ્યા પછી
મોતના એંધાણ ત્યાં મળતા રહ્યા
મનમુજબ ફરવું હતું પણ નાં બન્યું
ચાલવાને ક્યાં હવે રસ્તા રહ્યા
ઈશ સાથેનું મિલન પણ હવે શક્ય ક્યાં
જાત સાથે ક્યાં કદી બેસી શક્યા