STORYMIRROR

Megh Bindu

Inspirational

4  

Megh Bindu

Inspirational

લાગણી

લાગણી

1 min
27.1K


મન હૃદયને ખૂણે ખૂણે ફરે

અંધારું દૂર કરે, લાગણી અંધારું દૂર કરે

તેલ ખૂટતાં તેલ પુરાતું એવી સમજણ રીતિ

દૂર થઇ ગઈ જીવનમાંથી અંધારાની ભીતિ

ઘરમાં અજવાળું રે ફરે લાગણી અંધારું દૂર કરે

આમ જુઓ તો તોર બધાના નોખા રે સાવ નોખા

પણ વાત વણસતાં અટકી જાતી હૈયા સૌના ચોખ્ખાં

સદાયે ભાવ અશ્રુઓ સરે લાગણી અંધારું દૂર કરે

મન હૃદયને ખૂણે ખૂણે ફરે

અંધારું દૂર કરે, લાગણી અંધારું દૂર કરે 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational