જરૂરી
જરૂરી


બદલાતા સમય સાથે બદલાવ સ્વીકારવો જરૂરી,
બદલાતા સમય સાથે સ્વભાવને બદલવો જરૂરી,
પરિવર્તન એ નિયમ છે આ દુનિયાનો અફર અટલ,
આપણી આસપાસના માહોલને સમજવો જરૂરી,
નદી નાવ સંજોગ હંકારવામાં રહેલું છે શાણપણ,
પરિસ્થિતિ પામી જઈને પછી વર્તાવ કરવો જરૂરી,
અનુકૂલન એ જીવનનો વણલખ્યો નિયમ પ્રવર્તે છે,
અનુકૂળ થઈ જઈ આપણે હાવભાવ ધરવો જરૂરી,
વાદ ડાર્વિનનો ઉત્ક્રાંતિનો આજે પણ લાગુ પડે છે,
હળીમળી હેત લાવવા વર્તને સ્નેહ પાથરવો જરૂરી.