અફસોસ ન કર.
અફસોસ ન કર.
નસીબમાં નહિ હોય એ નહીં મળે, અફસોસ ન કર.
છે
હિસાબ એ તો કર્મનો સદા ફળે, અફસોસ ન કર.
જરૂરી નથી કે દરેકને મનચાહ્યું મળી જ જાય સમયે,
એ તો લેખ વિધિના કદીએ ના ટળે, અફસોસ ન કર.
પડ્યું પાનું નિભાવીને મળેલાંને મારું માનીને રહેવાનું,
વલોપાત કર્યે કાંઈ કશુંયે કદી ના વળે, અફસોસ ન કર.
કેટલીક ઘટના હોય છે એવી કે મગજમાં ન બેસે કદી,
વિધિવિધાનની ફરિયાદ કોણ સાંભળે ,અફસોસ ન કર.
ગુમાવવાનીએ એક મજા હોય છે જો જીવતાં આવડે,
ના યાદ કરવાનું આપણે એને પળેપળે, અફસોસ ન કર.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
