ઝાડવા પણ પરસેવે ન્હાય છે...
ઝાડવા પણ પરસેવે ન્હાય છે...
ઝાડવા પણ પરસેવે ન્હાય છે.
આભેથી વરસે છે એટલી અગન હવે મૂંઝારો એને પણ થાય છે.
વાહનનો ધુમાડો અણિયાળી ધારથી ઓઝોનની છાતીને ચીરે.
કૂમળું ઓઝોનપડ ચીસો પાડીને કહે : 'દુઃખે છે ...સહેજ જરા ધીરે'
મિલોની ચીમની પણ થઇ ગઇ બંદૂક હવે, નાળચાઓ આભે મંડાય છે.
ઝાડવા પણ પરસેવે ન્હાય છે.
નીચેથી આવે છે એટલી વરાળ મને થાતું કે ક્યાંક ભાગી જાવ.
ક્યાં જઈને કરવી ને કોને રે કરવી? કરવી છે મારે પણ રાવ.
સૂરજ પણ ભયભીત છે આટલો તપુ હું?ધરતી પર કૈક તો રંધાય છે!
ઝાડવા પણ પરસેવે ન્હાય છે.