Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Piyush Chavda

Others

4  

Piyush Chavda

Others

વાસી મળેલાં ભાત છે

વાસી મળેલાં ભાત છે

1 min
13.7K


'જિંદગીનું આભ કાળું થઇ ગયું' - એ વાત છે;

થાય છે હરપળ તબાહી, રોજ ઉલ્કાપાત છે.


સૂર્ય સાથે કાશ જીવનમાં ઊગે અજવાશ પણ,

ભાગ્યમાં તો એકલી બસ ઘોર કાળી રાત છે.


આપ માંગો ફૂલ, ફળ, લીલોતરી પણ શું કરું ?

પાનખરના બાગમાં મારી ઊગેલી જાત છે.


આયખું પેઢું બનીને હર વખત છોલાય છે,

છે કડક ભોજન અને મોંમાં તૂટેલા દાંત છે.


કોઈ દિ' ભાળી નથી, એ ઝૂંપડીએ દાળને,

એક મુઠ્ઠી ભીખમાં વાસી મળેલાં ભાત છે


Rate this content
Log in