Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Piyush Chavda

Others

4  

Piyush Chavda

Others

ના કદી છાપી શકો?

ના કદી છાપી શકો?

1 min
13.6K


છે તમારો હરતરફ વિસ્તાર, ના પામી શકો,

તરબતર છું કેટલો હું, એ નહીં માપી શકો.


આપ તો અખબારમાં કંટક બિછાવો છો સદા,

ફૂલ શી નાજુક કૂંપળ ના કદી છાપી શકો?


થઈ જશે ચારે તરફ લીલોતરી લીલોતરી,

છે શરત બસ- 'પ્રેમનાં જો બીજ ને વાવી શકો'.


વ્યક્ત થાશે આપમેળે-'જાત ઓગાળો કદી',

આપ, કેવળ પ્રેમમાં ગુલાબને આપી શકો.


લોકશાહી છે અહીં,તો વાત તો થાશે રજૂ,

નાગરિક છું, આ રીતે કૈ વાત ના કાપી શકો.


Rate this content
Log in