STORYMIRROR

Piyush Chavda

Others Romance

4  

Piyush Chavda

Others Romance

મારામાં હવે

મારામાં હવે

1 min
27.5K


રોજ ભળતા જાય છે આઘાત મારામાં હવે

ને વધે છે કેટલો ઉત્પાત મારામાં હવે.


સાવ બરછટ મૂળથી મારી સપાટી થઈ ગઈ

સહેજ પણ ઉપસે નહીં કો' ભાત મારામાં હવે.


ના મને અજવાશનું એકે કિરણ અજવાળતું,

હર પળે ઊગતી રહે છે રાત મારામાં હવે.


સાંજ વેળા બાગમાં બેસી કરેલી વાત સૌ,

એ બધીયે વિસ્તરે છે વાત મારામાં હવે.


હું ય તોલું છું બધાને વર્ણ, જાતિના તુલે,

રક્તમાં ઘુસી ગઈ છે નાત મારામાં હવે.


સ્વપ્નમાં આવો તમે મળવા મને ફુરસદ લઈ,

લો તમે કયારેક મુલાકાત મારામાં હવે.

હું હવે તારાથી અળગો કઈ રીતે થાઉં સખી ?

ઓગળે છે રોજ તારી જાત મારામાં હવે.


Rate this content
Log in