STORYMIRROR

Piyush Chavda

Inspirational Romance

4  

Piyush Chavda

Inspirational Romance

હર ગઝલના શે'રમાં...

હર ગઝલના શે'રમાં...

1 min
40.5K


હું સતત બળતો રહું છું હર ગઝલના શે'રમાં,

થઈ જખમ કળતો રહું છું હર ગઝલના શે'રમાં.


તું ઊગી છે જ્યારથી મારા મહીં શબ્દો બની,

રાત દિન ઢળતો રહું છું હર ગઝલના શે'રમાં.


જાત સાથે વાત કરવાની મજા કંઇ ઓર છે,

હું મને મળતો રહું છું હર ગઝલના શે'રમાં.


તું મળી છે ત્યારથી અજવાશ જીવનમાં ભળ્યો,

રોજ ઝળહળતો રહું છું હર ગઝલના શે'રમાં.


ભીતરે આનંદની છોળો ઊડે જ્યારે લખું,

કેટલું રળતો રહું છું હર ગઝલના શેર'માં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational