STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Inspirational

5  

Mahendra Pandya 'નાદ'

Inspirational

ગુર્જરગિરા

ગુર્જરગિરા

1 min
510

માતા તારા અઘર ઝરતા ગીતની એજ ભાષા, 

જીહ્વા જાણે ઝરણ ઝરતાં જીલતી માતૃભાષા. 

સ્વર્ગ માંથી તળ અવતરી પોંખવા પ્રાણ એતો, 

સોમ્ય કેવી સરગમ તણા સુર ની ખાણ જેવી.


શૃંગારે શું સજધજ બની આવતી તું હંમેશા, 

મીઠુડી ને મરમ કરતી બોલકી માતૃભાષા. 

ઓઢી તેણે ! ચકમક થતી ચૂંદડી સ્વર કેરી, 

પાનીએથી છમછમ થતાં વ્યંજનો વેગ તારા.


સાહિત્યથી સરભર સજી ને બની એક આશા, 

લાખેણી એ પગભર ઉભી એકલી માતૃભાષા. 

ને એમાં સાત રસ ભળતા સ્પંદને પાંખ આવી, 

કાવ્યો માં તૂં ! શબદ ફરતે દોડવા ઢાળ લાવી.


જાણે એવો પવન પડઘે વળતો નાદ આવે,

ગુર્જરી નો ગગન ગરવો ગૂંજતો સાદ આવે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational