STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Romance

3  

Mahendra Pandya 'નાદ'

Romance

સંબંધ રાખો છો

સંબંધ રાખો છો

1 min
174

કહેવા પૂરતો ય ક્યાં સંબંધ રાખો છો ?

દેખાડવાના દાંત તો અકબંધ રાખો છો...


ફળિયાથી બારણું હતું બસ લગોલગ દરવાજે દસ્તકનો પ્રતિબંધ રાખો છો....

સ્નેહના સરવાળાને શાનો તાળામેળ ? પ્રેમના બદલે પ્રશ્નોનો પ્રબંધ રાખો છો...


જૂઓ ખીલતી સંધ્યા, ઉદયન પરોઢનું મારણે તાળા ને બારી બંધ રાખો છો...

પ્રત્યુતર મળી જતો હોય પ્રતિસાદમાં વહાલ સાથે વેપાર, અનુબંધ રાખો છો...


અંતર વહેંચી, અત્તર વેચવા નિકળ્યા'તા અમને હતું એમ કે તમે સુગંધ રાખો છો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance