STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Romance

4  

Mahendra Pandya 'નાદ'

Romance

સ્નેહસ્મરણ

સ્નેહસ્મરણ

1 min
240

જવા લાંબી વાટે સગડ ઉંચકી ખૂદ પગલા, 

કહે દોડી ઈચ્છા કમર લચકી કૂદ ડગલા, 

ઊભા જોને રાહે બસ નિરખવા નેણ નવલા, 

અને બોલી બોલે બસ પજવવા કેણ દવલા,


અહીં એતો આવી રમત રમતી રોજ રમણી, 

રમી એવી એતો શરત મળતી રોજ બમણી, 

અને, કૂદે સાથે મન રિઝવતી હેત નમણી,

બહુ દોડી આવી મન મલકતી જીત વરણી,


હતો હું ખેલંતો તનછલક તી સ્મિત સરતી, 

સજાવી અંબોડી બચપન ભરી જિદ કરતી, 

મજાની મીઠુડી કરતબ કરી જીત રળતી, 

નજાણે કેવાં એ અવસર ભણી ભાળ મળતી,


બધાએ સ્નેહી ને અવસર તણી યાદ મળજો, 

અવાજે એનો એ પગરવ તણો નાદ મળજો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance