ધબકારા હૃદયનાં
ધબકારા હૃદયનાં
પ્રીતના ટહુકા છે કે આ ધબકારા હૃદયનાં,
નામ તારું રટે છે સતત ધબકારા હૃદયનાં !
વાસંતી વાયરે યાદ એની અકળાવે ભીતર,
ને હૃદય જ ચૂકી જાય ધબકારા હૃદયનાં !
તું આવી જા પ્રિયતમ આવી જા પ્રિયતમ,
મૌન સાદ પાડી બોલાવે ધબકારા હૃદયનાં !
જંગલ આખું ચડી ગયું ખિલાવટનાં રવાડે,
ને મનમાં મુરઝાયા છે આ ધબકારા હૃદયનાં !
મઘમઘાટ આ વસંતનો ચડાવે કેફ એવો,
કે વગર નશે થાય બેહોશ ધબકારા હૃદયનાં !
એક "પરમ" ઋતુ પાંગરી રહી અવની ઉપર,
ને થાય "પાગલ" અમથા ધબકારા હૃદયનાં !