STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

ઓઢણી

ઓઢણી

1 min
36

ચાંદા જેવા મુખડાને આ આછી આછી ઓઢણીનો પહેરો,

બસ તેથી જ નીરખવાનો ભાવ નયનોને થયો ગહેરો.


જેટલું છુપાવે એટલું વધે મુખડાને જોવાનું કુતૂહલ,

લહેરખી પવનની મસ્તી કરી ઉઘાડી જાય ચહેરો.


આછી ઓઢણીમાં મંદ મંદ મલકાય શ્યામનો સ્નેહ,

નીરખી નીરખી થઈ રહ્યો અંતરમાં આનંદ અનેરો.


ફરફર ઉડતી ચંચળ હવામાં એની આછી ઓઢણી,

કોણ જાણે શું ભીતર વલોવાય ને આવે એક ઉભરો.


ઉડતી ઓઢણીનાં નખરાએ ગોટે ચડાવી નજર શ્યામની,

મન મોહ્યું નટખટ નાનાનું નીરખીને નજારો ન્યારો.


ઓઢણી રાધાની "પરમ" શ્યામને પણ કરી ગઈ "પાગલ",

લોક મળ્યા છે ટોળે નિરખવા વ્રજનો અલૌકિક નજારો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance