Harshida Dipak

Inspirational Romance

2.4  

Harshida Dipak

Inspirational Romance

વાસંતી યાદોનું વાસંતી ગીત

વાસંતી યાદોનું વાસંતી ગીત

1 min
14.2K


તારી મારી યાદની મૌસમ આવી છે અલબેલી,

ફુલ - કળીયો ડાળી આખી થઈ ગઈ ઘેલી ઘેલી. 

વનવનમાં ભમરાઓ ડોલે,

મધમીઠાં સપનાઓ ખોલે. 

સાજ સજીને પ્રીત પિયુનાં અંતરને અડકેલી 

ફુલ - કળીયો ડાળી...

વસંત ઘેલો ડોલે વાયુ, 

કેસુડાયે કૈંક તો પાયુ. 

અંગ અધૂરા રંગાવાની લાગી તાલાવેલી, 

ફુલ - કળીયો ડાળી...

મનમાં ઝીણું ઝીણું નાચે 

મોર  ટહુકો  પીયુ વાંચે 

મોરપીછનાં સંગે રાધા હૈયામાં હરખેલી, 

ફુલ - કળીયો ડાળી...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational