કરે નમસ્કાર
કરે નમસ્કાર

ટૂકડે ટૂકડે જીવીને દેતાં સુખનો દરિયો અપાર;
હે પિતા તુજ ચરણોમાં મુજ શીશ કરે નમસ્કાર...!
ટાઢ તડકો વેઠીને લીધેલી છાંયડી આપે સંસાર;
હે પિતા તુજ ચરણોમાં મુજ શીશ કરે નમસ્કાર...!
મન ભીતરની વેદના પામીને કરતાં રહે ચમત્કાર;
હે પિતા તુજ ચરણોમાં મુજ શીશ કરે નમસ્કાર...!
હર સમસ્યાનો લાવે ઝટ ઉકેલ ને દેતા સહકાર;
હે પિતા તુજ ચરણોમાં મુજ શીશ કરે નમસ્કાર...!
નીજ સંતાનોને દેતા પાંખ કરાવતા નભો વિહાર;
હે પિતા તુજ ચરણોમાં મુજ શીશ કરે નમસ્કાર...!
માળી બનીને સિંચન કરતાં છોડને વૃક્ષ આકાર;
હે પિતા તુજ ચરણોમાં મુજ શીશ કરે નમસ્કાર...!
'ફાગ' જન્મારો સફળ કર્યો પ્રભુ તણો અવતાર;