STORYMIRROR

Gunvant Upadhyay

Inspirational

4  

Gunvant Upadhyay

Inspirational

હોય પણ !

હોય પણ !

1 min
13.6K


આંખ કોરી હોય ત્યારે મન પલળતું હોય પણ;

ભીતરી આવેગનું લોહી સબડતું હોય પણ !

આશરે જેને હતા એની જ છત તૂટી પડે--

કંપનું રાની પશુ માથું ઊંચકતું હોય પણ !

સર્ગશક્તિને અચાનક કોઈ લૂણો લાગતા--

શબ્દની રમતોય છૂટે એમ બનતું હોય પણ !

હરપળે મુઠ્ઠી મહીંથી પળ સરકતી રેત સમ--

હાથનું હોવુંય જાણે કે સરકતું હોય પણ !

તળ તપાસી જો ઉપર ઊઠતો નથી એકાદ જણ--

તાંતણા જેવું કશું ત્યારેય તૂટતું હોય પણ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational