શાંતિથી....
શાંતિથી....


શાંતિથી જીવતા લોકોને કવરાવશો નહિ,
ધરાઈ ગયેલાને તમે વધુ ખવડાવશો નહિ.
માનવદેહ મળ્યો છે વ્યર્થ ગુમાવશો નહિ,
કોઈ માણસને ખોટી રીતે ઘસાવશો નહિ.
કોઈનું ઉપરાણું લઈ કજીયો ચગાવશો નહિ,
સમય આવે તો ઝડપી લેશો જાળવશો નહિ.
પરિવાર અંદરો - અંદર કદીય ઝઘડશો નહિ,
નથી તમારી કિંમત તેને કદી બોલાવશો નહિ.
જ્યાં દયા જ નથી ત્યાં દુઃખને ઠાલવશો નહિ,
ગઈ ગુજરી ભૂલી જાવ ફરી વાગોળશો નહિ.
હોય તમારી પર ઉપકાર તેને તારવશો નહિ,
પીડિતોને માનસિક ત્રાસથી થકાવશો નહિ.
હોય ભલેને અઢળક, ઘમંડ ધરાવશો નહિ,
થાળી પર બેસી અને અન્નને નકારશો નહિ.
માબાપના ચરણ મૂકી બીજે પખાળશો નહિ,
કોઈ માણસને ખોટી રીતથી ફસાવશો નહિ.
ગુન્હેગારોના જામીન બનીને બચાવશો નહિ,
અતિથી આવે તેમને નિરાશ ભગાડશો નહિ.
કોઈ મર્યાદા જાળવે તો તેને મૂકાવશો નહિ,
સ્ત્રીને માનસિક ત્રાસ આપી રીબાવશો નહિ.
બહુજ ભાવ ખાતા લોકોને લબડશો નહિ,
શૂળીનો ઘા સોયથી ટળે તો વધારશો નહિ.
>
અનપેક્ષિત કામ માટે કોઈને શરમાવશો નહિ,
કલંકિત કૃત્ય કરી પછી મુખ સંતાડશો નહિ.
ઝૂપડું વાળી રહેતા ગરીબોને હટાવશો નહિ,
પાત્રતા વિના દાનમાં લક્ષ્મીને વાપરતા નહિ.
કાચા કાન રાખી શકુનીઓને સાંભળતા નહિ,
મંથરાઓને સાંભળી સત્ય સ્વીકારતા નહિ.
કોઈપણનું ખોટું કરી જીવન ગુજારતા નહિ,
જ્યાં અપમાન થાય ત્યાં કદી ફરકતા નહિ.
સ્વાર્થના સબંધો કોઈ સાથે નિભાવતા નહિ,
કોઈપણનું સુખ જોઈને ઈર્ષા ધરાવતા નહિ.
લોકોને દુઃખમાં જોઈ આનંદ મનાવતા નહિ,
કાવાદાવા કરી સાચા લોકોને પછાડતા નહિ.
જાતને સિકંદર માની નિર્બળને હરાવતા નહિ,
પોરસ સામે જઈ તમે જીવન ગુમાવતા નહિ.
આલિયાની ટોપી માલ્યા પર પહેરાવશો નહિ,
નફરત જાગે એવું વર્તન કદી ધરાવશો નહિ.
જુગાર, દારૂની લતે જીવન બગાડશો નહિ,
મૃત્યુ પછી ધિક્કારે એવી રીતે સિધાવતા નહિ.
"પ્રવિણ"તું નિખાલસ તેથી કોઈ ડરાવતા નહિ,
સાચે સાચું કહી દે તું એટલે કોઈ ફરકતા નહિ,
ખોટાને સાંભળતો નથી એટલે વગડતા નહિ.