સૌને ગમતા રહો....
સૌને ગમતા રહો....
સૌને ગમતા રહો એવું સુંદર જીવન જીવજો,
ભલે લોકો તમને નફરત કરે પણ તમે ચાહજો.
દેશાભિમાન રાખી માતૃભૂમિને વંદન કરજો,
રામાયણ વાંચી રામની જેમ મર્યાદા રાખજો.
ગીતાજ્ઞાન મેળવી કૃષ્ણનો ઉપકાર માનજો,
દેશની રક્ષા કાજે પાર્થ જેવા યોદ્ધા બનજો.
ઈશ હૃદયમાં વસી જાય તેટલી જગ્યા રાખજો,
ભટકી ભટકી મનુજ જન્મ પામ્યા સૌને મળજો.
રૂપ પર ગર્વ કરી જાતને તમે મહાન નવ માનજો,
અંદર હાડ માંસ ભર્યાં માટે ગર્વ કાઢી નાખજો.
પ્રેમી બની દેશબંધુ તણા ને હૃદયથી ભેટજો,
ક્રોધ અગનથી તેજ છે સદાય એને મારજો.
કલંકિત કયારેય ન બનવું નિષ્કલંક બનજો,
અશોભનીય ગીતો ત્યજી ભક્તિમાં લાગજો.
ખારી મીઠી વીરડી પણ હશે ખોબો જોઈ વાળજો,
આત્મજ્ઞાન મેળવી પુસ્તક, કવિતા,લખજો.
આર્યાવર્તની સંસ્કૃતિ સહુ જાળવી રાખજો,
પશ્ચિમી વિકૃતિનો સદા માટે ત્યાગ કરજો.
છાત્રો ભણી ગણીને ઊંચી પદવી પામજો,
દેશ વાસ્તવમાં વિશ્વગુરુ બને ભાવના રાખજો.
રચનાકાર -: પ્રવિણ એમ. મહેતા
